22 January 2016

વિર શહીદ સોરમખાનજી - મોરીયા (ચિત્રાસણી)

   


વિર શહીદ સોરમખાનજી- મોરીયા (ચિત્રાસણી)


       નવાબ શ્રી તાલેમહમદખાન ના સમય મો ચિત્રાસણી ગામના સિંધી ભીખનખાનજી હિરાજી સિંધીના નાના પુત્ર સોરમખાનજી તેમની બહાદુરી અને વફાદરી પુર્વક મોરીયાવાસ ના મુમનવાસ ગામે દાણી તરીકે ફરજ અદા કરી રહ્યા છે.
સોરમખાનજી ને હમણો જ મુછ નો દોરો ફુટ્યો છે, હાથ મો લગ્નના કંગન પહેરેલ છે લગ્ન લેવાના હતા, તેમની ઉમર મોડ ૧૯-૨૦ ની થઈ હશે.
         આ સમય મો અંગ્રેજ અને ગાયકવાડ સરકાર નો નાસતો ફરતો લુંટારો પાટાણ જીલ્લા ના સરિયત ગામમો  મો જ્ન્મેલો મીરખાન અરવલ્લીની ગીરીમાળામો તેની ટૂકડી સાથે આયોજન કરી રહ્યો છે કે હવે કઈ તરફ જવુ તે વાત નેઓ ટેકો પુરવા ધનાલી ગામનો બનીયો કોળી એ મીરખાનને કહ્યુ કે આપણે મોરીયા જઈએ ત્યો જતો માર્ગ મો માલણ ગામ  આવે છે જ્યો પણ વાણીયા, બારોટ, સોની, ની સાહુકાર કોમ રહે છે. આ વાત સોભળીને મીરખાન ખુશ થયો. બનીયો કોળી પાલણપુરની જેલ નો નાસ્તો ફરતો આરોપી હતો, તે રાતો રાત જેલ મોથી ભાગીને મીરખાન ની ટુકડીમો સામેલ થયો હતો.મીરખાન તેની લડાયક ટુકડી સાથે મોરીયા તરફ રવાના થયો, રસ્તામો માલણ ગામ આવ્યુ ત્યો તે તમામ લુંટારા ને આહાસ થયો કે આ કોઈ આધ્યાતમીક ગામ છે ત્યારે મીરખાને કહ્યુકે કોઈ ને પુછો કે આ કયુ ગામ છે અને મોરીયા તરફ જવાનો માર્ગ છો, તે અરસામો કોઈ દૈવી અવતાર તેમની તરફ આવ્યો અને કોઈ લુંટારાએ સુચના મુજબ પુછ્યુ તો તે અજાણી વ્યકતીએ કહ્યુ કે તમે આ માલણ ગામમો કોઈ ખોટા ઈરાદા થી આવ્યા છો એટલે પરત ફરી જાઓ ત્યા રે તે વ્યકતિ તેમ કહીને અદ્ર્શ્ય થઈ જાય છે, અને મીરખાન ની ટુકડી સલામ ભરીને મોરીયા તરફ આગળ પ્રયાણ કરેછે, મોરીયા પહોચતો જ મીરખાનની ટુકડીએ આડેધડ ઓખબંધ કરીને લુંટ ચલાવી, ગામના વાણીયા, બારોટ,સોની, પટેલો ના ઘરો લુંટી નાખયા આ ઉપરોત પરત જતો જતો ગામના જાગીરદાર ઈબ્રાહીમખાંજી ની અસલ ૧૪ ફાયર્ની ચાર જામગીરી બંદુકો પણ લુંટી લીધી હતી.
       આ વાતની વાયુ વેગે મુમનવાસ સુધી પાણીના રેલાની જેમ રેલાઈને ફેલાઈ ગઈ હતી. જ્યો મુળ ચિત્રાસણી ગામના સિંધી સોરમખાનજી જંગલની રખેવાળી માટે દાણી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જ્યોતેમનાકાન સુધી આ વાત પહોચતો વાણીયાની ઘોડી અને પોતાની દેશી બંદુક લઈને વાયુ વેગે મોતની પર્વા કર્યા વગર મોરીયા ગામના સીમાડે પહોચી ગયાહોચી ગયા,  ત્યો મીરખાન બહારવટીયો લુંટના માલ સાથે આગળ વધી રહ્યો હતો અને રસ્તામો મીરખાન સામે સોરમખાન નો ભેટારો થયો. એક તરફ એકલા સોરમખાન અને બીજી તરફ બહારવટીયાની દશ-બારની ટોળકી સાથે  મીરખાન, સોરમખાનજી એ હિમત રાખીને સીંહ ની જેમ ત્રાડ નાખી મીરખાન ને લલ્કાર્યો,,,,,,…. અને કહી દીધુ એ હૈ... ‘’મીરખાન લુંટેલો માલ પાછો આપ, મારા જીવ તે જીવ તો તને માલ સાથે નહી જવા દઉ ‘’  ત્યારે મીરખાને પણ ઉંચા અવાઝે કહ્યુ કે  ‘’ સોરમખાન હજી તમે નાના છો, હાથ મો કંગના પહેર્યા છે, નાદાની ના કરો અમને જવાદો .
         મીરખાનની આકરી ધમકી છતો આ સોરમખાજી તેના માર્ગ મોથી ડગ્યા નહી, પોતાની દેશી બંદુક ભરીને ધડાકો એક લુંટારાને ભોય ભેગો કરી નાખ્યો, પરંતુ તેમની સામેથી ધાણી ફોટ ગોળીબાર થતો વિર સોરમનખાનજી ત્યો જ ધળી પડ્યા હતા, પાલનપુરની રાજ ની વફાદારી તેમજ મોરીયા ગામનો માલા બચાવવા ખાતર સોરમખાનજીએ જેથ સુદ શનીવાર વિ.સ.૧૯૭૯ એટલે ૧૯૨૨ ના એપ્રીલ માસ મો શહિદી વ્હોરી લીધી હતી.
        આવી મર્દનગી ની વાત પાલનપુરના નવાબ શ્રી ને મળતો જ સોરમખાનજી ના શહિદી સ્થળ પર નામોંકિત  બોધકામ કરવા ફરમાન કર્યુ, વડગામના તહેસીલદાર (મામલતદાર) મગનભાઈ ગુલાબભાઈ દેસાઈ, તાબેદાર પથાણ બાજીતખાન ઈમામખાન, વિસનગરના મીસ્ત્રી જેથાભાઈ ખેમાભાઈ, કાળુભાઈ દલાભાઈ (જલોત્રા), તથા રા.થા. અભરામખાનજી, એ શહિદી સ્થળ પર બોધકામ કરવા સહ્યોગી બન્યો હતો,આ ઉપરોત તેમના નાના ભાઈ નથ્થેખાન ભીખનખાનજીએ ૧૪૦૧ રૂ. ખર્ચીને પાણીની કુઈ બંધાવી હતી જેનુ બોધકામ મોરીયા ગામના જાગીરદાર પહાડખાનજી ઈબ્રાહિમખાનજી ની દેખરેખ હેઠળ કરવામો આવ્યુ હતુ.  


                                                   લેખન- હારૂનખાન મહેમુદખાન વિહારી- મેપડા (૯૯૦૯૫૭૫૩૧૭)