Ad Code

મહીલા દિવસ.




મહીલા દિવસ.
આજે દુનિયાભર માં આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી થઈ રહી છે.  ભારત ની નારી ભારતીય સંસ્કુતિ ની એક ગરીમા છે  ભારતીય સ્ત્રી એટલે શકિત સૌદર્ય શ્રધ્ધા ને શાંતિ પ્રેમ સંવેદના વાત્સલ્ય સેવા સહનશીલતા સહાનુભુતી નું પ્રતિક ગણાય છે જેમાં વિવિધ પાસા સમાયેલા છે જેથી મહીલા ને  ‘‘નારી તું નારાયણી’’  કહેવાય છે.
જે  આજે આપણે આઝાદ થયે ૬પ વર્ષ થયા છતાં દેશની મહીલાઓ ગુલામી માં રહીને પોતાનું જીવન સંકોચાઈ રહી છે. પુરૂષેના જેટલા અધિકારો આપવામાં આવ્યા છે તેટલા મહીલાઓના પણ અધિકારો છે. પણ આપણે મહીલાઓનું કે દિકરીનુ મહત્ત્વ ઓછુ સમજીએ છીએ જેથી મહીલાઓ નું પ્રભુત્વ ઓછું આંકાઈ રહયું છે. આપણે જોઈએ છીએ કે મહીલાઓને ગુલામની જેમ રાખવામાં આવે છે અને તેમના પર જે તેને જાણ્યંુ પણ ના હોય તેવી પીડા આપવામાં આવી રહી છે. જેમાં મહીલાઓને ઓછુ શિક્ષણ આપવું, જેથી મહીલા આગળ વધતાં ખચકાય જાય છે તેને ગણું સમાજના હીતાર્થે કામ કરવાનું મન થતું હોય છે પણ શુ કરે ? તેમના માવતરો દ્રારા તેમને તેમની સામાજીક મર્યાદાઓનું ઉલંઘન ના થાય તેથી ઘરની ઉમરોઠથી બહાર જવા દેતા જ નથી. જેથી મહીલાઓનું માનસીક વિકાસ નબળું પડે છે. જો મહીલાઓને પોતાના માવતરો દ્રારા તમામ સામાજીક બંધનોમાંથી મુકત કરી દઈ છોડી દેવામાં આવે તો તે કલ્પના ચાવલા, રાની લક્ષમીબાઈ રઝીયા બેગમ ની જેમ મહાન ક્રાંતિકારી બની સમાજ માટે કંઈ કરી શકે છે. મહીલાઓને સાચું જ્ઞાન આપવામાં આવે અને મહીલાઓના અધિકારો વિષે માહીતગાર કરવામાં આવેતો પણ દેશ ની મહીલા પહાડ તોડીને હીરા શોધી શકે છે. આજે બીજુ આપણે જોઈએ છીએ કે મહીલાઓ સુરક્ષીત નથી મહીલાઓને ઘરની ઉમરાંઠ થી બહાર જવું હોય તો પણ પોતાના મન માં મોટી ડર સમાયેલી હોય છે જેથી ઘર બહાર નીકળી શકતી નથી આજે આ સમસ્યા બાબતે પણ મહીલાઓએ પોતે જાતેજ જાગ્રુત બની પોતાને મુસ્કેલી તરફ લઈ જતી સમસ્યાઓનું પણ સમાધાન કરી પ્રગતિના પંથે આગળ વધી શકે  છે.

આજે મહીલાઓ ઘરેલું હીંસા નિરક્ષરતા જેવી વિવિધ પ્રકારની પીડાઓ ભોગવી રહી છે.મહીલાઓ ની ભુમીકા અત્યંત પ્રશંસનીય હોય છે તેઓને શિક્ષણનો વ્યાપ વધે અને સામાજીક કુરીવાઝો નો નાશ થાય તો તેઓ જાતેજ જાગ્રુત બનીને તેમના પર થતા અત્યાચારો, પીડાઓ નો સામનો કરી શકે છે. તેમજ મહીલાઓ સાક્ષર બને તો પણ તેઓ જાતે જ પોતાના થી થઈ શકે તેમ કરી દેશ અને સમાજ ને આગળ લઈ જવા પ્રેરણા દાઈ બની શકે છે.
આમ, પ્રાચીન યુગથી લઈને આજ સુધીના તમામ વિવિધ ધર્મોના ધર્મ ગ્રંથોમાં, વિવિધ વિચારકોના પુસ્તકોમાં, તેમજ ઐતિહાસીક ગ્રંથોમાં પણ મહીલાઓનું સઃવિષેસ મહત્તવ આપવામાં આવ્યું છે,તેમજ તેમના સમાન હકકો વિશે ચર્ચા કરવામાં આવી છે. આપણે અત્યારે  મહીલાઓનું માન સન્માન જાળવવાનું ભુલી ગયા છીએ, અને તેનું અપમાન કરવામાં જ વ્યસ્ત રહીએ છીએ. જેથી એક મહીલાનું અપમાન કે પીડા નથી થતી તે સમગ્ર સંસકુતિ નું અપમાન થાય છે.
પુરૂષોએ આપણે મહીલાઓ બાબતે શું કરવું ? શું ના કરવું? તે આપણે ખુદ જાતે જ જાણવું જોઈએ, જેમાં આપણે જેમ આપણે પોતાના જીવને સાચવીએ એમ ભારતીય નારીને પણ સાચવવાનો અધિકાર છે, જો આપણી ભારતીય નારીને કોઈ ઠેસ પહોંચતી હોત તો તે આપણને પણ ઠેસ પહોચે છે એમ સમજશો તો જ મહીલાઓ પર થતા  અત્યાચાર, ઘરેલુ હીંસા,અપમાન , વગેરે પર કાબુ માં લઈ શકશું.
મહીલાઓએ પોતાની મર્યાદાઓ નું ભંગ ના થાય અને પોતાનું માનસન્માન , જળવાઈ રહે, સુરક્ષીત અને તંદુરસ્ત રહે તે બાબતે પોતે જાતે જ જાગ્રુત બની મેદાનામાં જવાની જરૂર છે.તો જ આ જગતની એટલેકે ભારતીય નારી પોતાની નારીત્વ શકિત ને ખીલવી શકસે. દરેક મશહીલાઓએ યોગ્ય શિક્ષા પ્રાપ્ત કરી જીવનમાં યોગ્ય માન મર્યાદા જળવાઈ રહે તે રીતે નીડર બનીને જીવન ગુજારવું તો જ આ મહીલાઓ સમાજના હિતાર્થે કંઈક કરી પ્રગતિના પંથે આખા સમાજને આગળ દોરી શકસે.
આમ, આ અમારા ટુંકા વિચારો તમારા માનસ જગત માં ઉતારી મહીલાઓના વિકાસ બાબતે સામાજીક પૂયત્નો કરવામાં આવે તેવો કંઈક વિચાર કરશો.  
આમ, સર્વ સમાજના લોકો મહીલાઓ બાબતે જાગ્રુત બનીને પોતાના સમાજની મહીલાઓને ઘરની ઉમરાંઠ આંળંગવાની મદદ કરશે તો તે સ્ત્રી તમારા સમાજને પ્રગતિ તરફ લઈ જતાં જરાય ખચકાશે નહો તોં આ બાબતે સામાજીક સંસ્થાનો, સંગઠનો એ યોગ્ય વિચાર કરી મહીલાઓના ઉત્થાન અને વિકાસ માટે પ્રયાસો હાથ અપીલ છે.

લેખ (બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા તા.વડગામ.)



women's day


        Today, International Women's Day is being celebrated all over the world. The woman of India is a dignity of Indian culture. Indian woman means strength, beauty, faith, peace, love, sensitivity, love, service, tolerance, compassion, which includes various aspects, so that women are called "Nari Tu Narayani".
        , even though it has been 65 years since we became independent, the women of the country are living in slavery and their lives are shrinking. Women have the same rights as men. But we do not understand the importance of women or daughter so the dominance of women is being underestimated. We see that women are kept like slaves and inflicted on them with unknowable pain. In which to give less education to women, so that women hesitate to move forward, they feel like working for the benefit of the society, but what should they do? They are not allowed to go out of the comfort of the house so that their activities do not violate their social boundaries. So the mental development of women is weak. If women are freed from all social shackles by their mawts then they can become great revolutionaries like Kalpana Chawla, Rani Laxmibai Razia Begum and do something for the society. If women are given true knowledge and informed about the rights of women, the women of the country can dig mountains and find diamonds. Today, we see that women are not safe, even if women want to go out of the house, there is a big fear in their minds, so they cannot go out. Curry can move on the path of progress.

        Today, women are suffering from various types of pains like domestic violence, illiteracy. The role of women is very appreciable, if they increase the spread of education and destroy the social kurivazo, they can become vigilant and face the atrocities and pains on them. Also, even if women become literate, they can become inspirations to take the country and society forward by doing what they can by themselves.
        Thus, in the scriptures of all the different religions, in the books of various thinkers, as well as in the historical texts, women have been given special importance, and their equal rights have been discussed. We have now forgotten to respect women, and are busy humiliating them. So if one woman is not insulted or hurt, the whole culture is insulted.
What should men do about women? What not to do? We should know it ourselves, in which we have the right to save the Indian woman as we save our own lives, if we understand that if our Indian women are hurt, then they also hurt us. We can overcome insults, etc.
Women need to become aware themselves and go to the field so that their limits are not violated and their dignity is maintained, safe and healthy. Only then, the Indian woman of this world can flourish her feminine power. Only if every female gets proper education and lives fearlessly in such a way that proper respect is maintained in life, these women can lead the entire society forward by doing something in the interest of the society.
        Thus, take these short thoughts of ours into your mental world and think of something to be done in social studies regarding the development of women.
Thus, if the people of all societies become conscious about women and help the women of their society to join the home rule, then that woman will not hesitate to take your society towards progress, then social institutions and organizations should think about this matter and make efforts for the upliftment and development of women.

Article (Bihari Harun Khan Mahmud Khan Mapda d.Vadgam.)

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *