Ad Code

ઘરડું ઘર –વૃધાશ્રમ



ઘરડું ઘર –વૃધાશ્રમ
                                                                                  લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા  વડગામ

ઘરડું ઘર એટલે માવતરનો ગ્રુહ ત્યાગ  તિરસ્કાર અપમાનનો ત્રીવેણી સંગમ.
માવતર હંમેશા પુત્રને તરછોડતું નથી પણ પુત્ર માવતરોની વુધ્ધ વય જોઈને તેમનો ગુ્રહ ત્યાગ કરી દેતો હોય છે જેથી જે માવતરે બાળકો ને ખુશીથી લાડ લડાવીને ઉચ્ચ સ્થાને પહાંચાડયા હોય અને પછી તે સ્થાન પ્રાપ્ત કર્યા પછી તે પુત્ર માવતરો ને તરછોડે એને પુત્ર કેવી રીતે ગણવો. જે આ જગતાના માવતરો નો દુશ્મન ગણી શકાય છે. 
આજના ટેકનોલોજીકલ યુગમાં  આવા પુત્ર જરાય વિચાર કરતા નથી કે અમારૂ ઘરડું માવતર જશે કયા  તેઓ તેઓના અશકત માવતરો ને અસહય ત્રાસ પણ આપતા હોય છે  સમયસર ભોજન ના આપવું દવા પાણી ના આપવા  ઢોર માર મારવો વગેરે પ્રકાર ના ત્રાસ ગુજારતા હોય છે જે માવતરો એ તેઓને એક ટાપલી મારતાં પણ વિચાર કર્યો હોય, એમના પર આટલો ત્રાસ....કોઈએ કીધુ છે કે એક બાળક નાનપણ માં તેના પીતા શ્રી ને એક ઝાડ પર બેસેલું પંખી વિશે પુછતાં હોય છે  કે હે પીતાજી પેલા ઝાડ  પર શું  બેસ્યુ છે. પીતાજી એને જવાબ આપે છે કે બેટા કાગડો બેસ્યો છે આમ એન પુત્ર હજારો વખત વારંવાર અવનવા સવાલો કરતું હોય છે અને તેના પીતાજી તેનીં નોંધ કરતા જાય છે, સમય જતાં એ પીતાજી વુધ્ધ ઉમરે પહોંચે છે ત્યારે તે પીતાજી એના બાળક ને પુછે છે કે હે પુત્ર પેલા ઝાડ પર સુ બેસ્યુ છે તો તેનો પુત્ર તુંરંતજ અવળો જવાબ આપે છે ત્યારે તેનો બાપ પેલી નોંધ કરેલી કાઢેુ છે અને બતાવે છે કે હે પુત્ર મેં તને એક વખત પુછયું છે તુ જવાબ આપતાં ખચકાય ગયાં મેં તને હજારો વખત તારા સવાલોના જવાબ કરેલા  આમ જોવાું એ છે કે આજના વુધ્ધ બેઠાબેઠા પાણી પાણી કરતા હોય છે પણ આપણે આપણા કામ માં વ્યસત રહેતા હોઈએ છીઅુ તેઓને કોઈ તબીયત  લથડી હોય અને આપણને વારંવાર કરે તો આપણે તેને માનસીક સંતુલન ખોઈ બેઠા છે એમ કહી તેઓની વાત ધ્યાને લેતા નથી. તો પછી આખરે કંટાળીને છેલ્લે દુર શહેર માં આવેલ ઘરડા ઘર માં ધકેલી મુકતા હોય છે.તેઓ સતત રાત દિવસ ત્યાં જ ગુજારે છે તે છતાંય તેઓ તેમના લાડકવાયા પુત્રોને કદીયે ભુલતા નથી, તેઓ પોતાના બાળકોને યાદ કરીને તેના બાળપણ માં કરેલી સાચવણીને યાદ કરી કરીેને પોતની આત્માને દુઃખી કરતા હોય છે. તેઓના પુત્રો તેમના પર આટલુ બધુ કરતા હોવા છતાં તેઓ તેઓના પુત્ર ને કંઈ ખરાબ શબ્દ પણ કહેતા નથી. તેવા માવતરો ને ધન્ય છે તોય તે માવતરોનું દીલ દુભાય છે તેમને આપેલો ત્રાસ વંશ પરંપરાગત તેના ભોગે આવતો જ હોય છે.
આવી સમસ્યાઓમાં ફસાઈ ને કેટલાય માવતરો ને તેમના પુત્રોએ વુધ્ધાશ્રમ માં ઠેકાણે કરી દીધા છે, એમાં સૌથી વધારે માવતરો અમીર પરીવારોના હોય છે જેઓને વુધ્ધાશ્રમમાં પહોંચાડી દીધા હોય, મધ્યમ કે ગરીબ વર્ગ ના લોકો આ પરિસ્થતિ માં હજી ઉતર્યા નથી પણ જે શહેરી વિસ્તારો તરફ આકર્ષાયા છે તેઓ ના માવતરો ને વુધ્ધાશ્રમ માં મોકલી દેતા હોય છે
ઘરડા માવતરો એ પુત્રનુ આશીર્વાદનું ભંડાર છે તેઓની સાથે વ્હાલની છત્ર છાયામાં રહેવા ને બદલે ઘરડા ઘર માં ધકેલી દેતા હોય છે. તેઓને ઘરે રાખીને જરૂરીયાત પ્રમાણે પાણી ના પાઈ શકયા અને તેઓની મોત પછી ગંગાજળ મુકી ને સાત ધામ ની યાત્રા કરશો કે એમના નામના દવાખાન બંધાવશો, કે તેઓની સુવર્ણથી તસ્વીર મઢાવશો કે લાખો રૂપીયા નો વરસાદ વરસાવસો તોય એ માવતર નહી મળે અને હૈયાના હેત થી બેટા કહેનારૂ કોઈ નહી મળે, તો આ એક અમુલ્ય તક છે જેમ દરીયા કીનારે ભરતી આવીને ચાલી જાય છે અને આપણે આખરે છીપલાં વીણવાનો વારો આવે છે એટલે આપણા ઘરડા માવતરોને ઘરડા ઘરમાં ધકેલી દીધા પછી રામ નામ સત્ય હે કહેવાની કંઈ જરૂર નથી પછી તેમના પાછળ કંઈપણ કરેલું કામ નહી આવે.
ઘરડા માવતરો માટે તો આપણે શ્રવણ નું અવતાર લેવું પડશે અને તેણે કરેલી માવતરોની ભકિત ને જાણવી પડશે તો જ તમો તમારા માવતરોને શ્રવણની જેમ અસંખ્ય સ્થળોએ તીર્થ કરાવી શકસો. આપણે લાખો સ્થળે તીર્થ કરવા જવાની જરૂર નથી પણ માવતરોને ઘરડા ઘર જતાં રોકીને તેઓને આપણા જ ઘર માં સારૂ સ્થાન આપી સેવા કરી મહાન પુણ્યમાવતરને કમાવવાના લક્ષણ જાળવશો.
ઘરડાં માવતર ને વુધ્ધવસ્થાશ્રમમાં જતાં ત્યારે જ અટકશે જ્યારે ઘરમાં પુત્રની વહુ બનીને આવનારી લક્ષ્મી તેના પતિના માવતરને પોતાના માવતર સમજશે તો તેવા માવતરને કદીયે વુધ્ધવસ્થાશ્રમ જોવુ નહી પડે. 


Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *