13 April 2016

બાળકનો વતન પ્રેમ.


આજના વિજ્ઞાન અને ટેકનોલોજી ના જમાના માં બાળક વધુ સારૂ અને ઉચ્ચ કવોલીટી જ્ઞાન હાસીલ કરે તેવી તમામ માવતરો ની ઝંખના હોય છે  પણ કરે શું પોતાના વતન માં કોઈ સારી શાળા કોલેજ ના હોવાથી તેઓને બાળકોને દુર ભણવા માટે મુકવા માં આવે છે  જયાં બાળક એકલુ હોસ્ટેલ   ભાડાના રૂમા માં રહીને ભણતું હોય છે તેના માવતરો ગામડીયામાં ખેતી ના ધંધા સાથે જોડાયેલ હોવાથી તેઓ તેના સાથે કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરી શકતા નથી  જેથી માવતરો થી દંુર ગયેલ બાળક પર ખરાબ અસરો પડવાનું શરૂ થઈ જતા હોય છે તેને સારા સંસ્કાર મળવાને બદલે ખરાબ સંસ્કારો તરફ ધકેલાઈ જતું હોય છે.
જેમાં બાળક માવતરો થી દુર રહેતો માવતરોએ તેના પ્રત્યે ધ્યાન દોરી શિક્ષણ અપાવવા પ્રયત્નો કરવા જોઈએ. તે બાળક તેમના થી દુર રહીને ખરાબ ટેવો જેવી કે વ્યસન જુગાર ચોરી લુખ્ખાગીરી જેવી બાબતો સાથે સંકળાઈ રહયો છે શું હોસ્ટેલના ગુહપતી તેના પર વ્યવસ્થિત રીતે ધ્યાન દોરે છે? તે બાળક શાળા કે હોસ્ટેલ માં કોઈ ખરાબ વર્તન તો નથી કરતો ને? આવી બાબતો પર માવતરોએ ચકાસણી કરવી જોઈએ.તો જઆપણા બાળકોનું ભાવી બગડશે નહી  બાળક દુર રહીને આવા તત્વો સાથે જોડાઈ જશે તો તે સારા ખાનદાની ઘર ને બરબાદ કરી નાખશે.
જેમ વુક્ષની કુમળી ડાળીને વાળો તેમ વળી જાય છે  પછી તેને વાળવા જશો તો તે ભાંગી જશે.એટલે જ તમે તમારા બાળકોને નાની ઉમરથી જ સારા માર્ગે વાળવાની કોશીષ કરો. અથાગ શ્રમ અને સમય આપીને બાળકને સુધારવાની કોશીષ કરવી જોઈએ. બાળકન ગેર માર્ગે જતુ હોય ત્યારે તેને ટકોર કરવી જોઈએ  તેને હંમેશા તમારી નઝર હેઠળ ની શાળાઓ માં જ ભણવા બેસાડવો જયાં સંસ્કારો નુ સીંચન થતુ હોય તો ત્યાં સારી કેળવણી પ્રાપ્ત થતી હોય છે.તમારૂ બાળક એકલુ જેટલુ દુર જશે એટલુ બગડશે કેમ કે તેના પર તેના માવતરો નુ નિયંત્રણ નહી હોય  જેથી બાળક ને જે માવતરો ની ડર હોય છે તે તમામ ડર દુર થઈ જશે તે ભવિસ્યમાં મોટી મુસ્કેલી તરફ પણ ધકેલી શકે છે. 
જો બાળક તેના માવતરો સાથે રહેછે તો તે અનેક પ્રકારની સીદ્વીઓ હાસીલ કરી શકે છે. જેથી બાળકને તેના બાલ્યાવસ્થમાં તમારા થી દુર મત કરો બાળકનું બાળપણ એ માતા પીતા ની સાનીધ્ય માં રહેવા માટે હોય છે તેને કયોય ધકેલી દેવા માટે હોતું નથી જો તેને દુરી હોસ્ટેલો માં ભણવામાં મુકવામાં આવે તો તે હોસ્ટેલ પર વાલીઓએ ધ્યાન દોરવુ જોઈએ અને બાળકની તમામ ગતી વિધી પર ધ્યાન રાખવું જોઈએ  જેથી બાળક ખરાબ માર્ગે જતું અટકાવી શકાસે. 
ઘણા બાળકો પોતાના માવતરોથી દુર રહીને અભ્યાસ કર્યા પછી ખરાબ સોબત તરફ ધકેલાઈ જતા હોય છે જેમાં આજના કળયુગમાં વધતી જતી માંઘવારી  ગરીબી  અને પછાત પણા માં ગણા યુવાનો ને રોજગારી ના મળવાને કારણે ખરાબ તત્વો સાથે જોડાય જતા હોય છે. જેની મોટી અસર તેના પરીવાર અને કુળ ની ઈજજત પર પડતી હોય છે. આપણુ બાળક આવા ખરાબ માર્ગે જઈ રહયુ છે તે આપણે જાતે તેની નીશાનીઓ પરથી નકકી કરવાનું હોય છે  જે માવતરો પાસેથી પૈસાનો પાણીની જેમ ઉપયોગ કરવો  વ્યસન કરવો  ચોરી કરવી  જુગાર રમવો માવતરો ના કહયા માં ના રહેવુ.જેવા નીશાનીઓ નઝરે પડે તો તુરંત જ તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને તેવી બદીઓથી દુર કરવા ના પ્રયત્નો કરવા જેમ કુમળી ડાળી જેમ વાળો એમ વળે પછી તે કાબુ માં ના રહે તેમ આવા બાળકો ને પણ શરૂઆત થી જ વાળવાનો પ્રયત્નો કરશો તો તે જરૂર સારા માર્ગે વળી જશે.
જો તમારૂ બાળક આવા તત્વો સાથે જોડાય જશે તો તમો કંઈ કામના રહી શકતા નથી  હંમેશા મોઢુ નીચું કરવાનો જ વારો આવશે.બાળકને સુધારવાની જવાબદારી તેના માવતરોની હોય છે.જો તેના માવતરો તેની જવાબદારી નહી નીભાવી શકે તો કોણ બાળકો પ્રત્યે ધ્યાન દોરશે.આવા યુવાનો કોઈ ધંધા સાથે જોડાયેલા હોય તો તેઓને હંમેશા મંદી જ રહેતી હોય છે તેઓને કદી પણ તેજી આવતી નથી  કેમ કે તેઓ નો સંઘ ખરાબ લોકોનો સંઘ હોય છે  તે પૈસા આવ તા ને આવતા વરસાદ વરસાવવા લાગતા હોય છે  આવા બાળકો  માવતરોની ઈજજત ની સાથે સાથે ધનદોલતની પણ બરબાદી કરી નાખતાં હોય છે  અત્યારના યુગમાં આ લોકોમાં વધુ ને વધુ પ્રમાણ માં વધારો થઈ રહયો છે જેનાથી તેઓના સમાજ અને તેમના પરીવાર પર ખરાબ અસર પડતી હોય છે. ં
અને ઘણા બાળકો એવા પણ છે જે માવતરો થી દુર રહે છે તે છતાં પણ પ્રગતિના પંથે આગળ પહોંચી શકયા છે. પણ તેનું મુળ કારણ તેના માતરો દ્રારા તેમની દૈનિક ગતી વિધી ઓ પર ધ્યાન દોરવામાં આવતું હોવાથી જેથી તે બાળક પ્રગતિના શીખરે સહેલાઈ થી પહોંચી શકતા હોય છે.
આથી આપણે આપણા બાળકને દુર ભણવા માટે સારા સંસ્કાર મેળવે તે માટે મુકીએ છીએ પણ તેને સારા સંસ્કારો માટે મુકતા હોઈેએ તો તેની શાળા સંચાલન ટીમ કે વાલીઓ દ્રારા તે બાળકો પર ધ્યાન દોરવામાં આવે તો જ તે સારા સંસ્કાર પ્રાપ્ત કરી શકસે. પણ સારી શાળા પણ ના હોય અને માવતરો દ્રારા ધ્યાન દોરવામાં પણ ના આવે તો શુ સ્થિતી ઉત્પન્ન થાય તે જરા વિચાર શો.
તો આપણે આપણા બાળકને તેના વતનથી દુર ના કરવુ જોઈએ તેના વતન માં હશે તો તે ગામ કે મહોલ્લા ના લોકો થી પરીચીત બની શકસે અને તેઓની સાથે રહીને સારી રહેણી કહેણી અને સાા સંસ્કાર પણ પ્રાપ્ત કરી શકસે. જેથી આપણા બાળક ને દુર ભણવા રાખો તો પણ વર્ષ ના અમુક સમયે તેના વતન પ્રત્યે પરીચય કરાવવો તો જ આ બાળક ને ગ્રામ વતન પ્રત્યે પ્રેમ જાગશે તો દેશ પ્રેમ પણ ગદગદીત થઈને ઉભરી આવશે.
આથી આપણે આપણા બાળકને ગમે તેટલો દુર રાખો પણ તેની તમામ ગતી વિધીયો પર ધ્યાન આપો અને તેને જે શાળા માં અભ્યાસ અર્થે  પ્રવેશ આપવામાં આવ્યો હોય તે શાળા સાથે સતત સંપર્ક માં રહેવું જેથી બાળક પર આપણે સચોટ રીતે ધ્યાન દોરી શકી અને તેને સફળતા અપવાાવામાં મદદગાર બની શકીએ.
લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા વડગામ

ભણતર ની સાથેસાથે ગણતર ની જરૂરત છે.


આજના આ પ્રગતિના પંથે આગળ વધતા ટેકનોલોઝીકલ યુગ માં શિક્ષણનું ખુબ જ પ્રમાણ માં મહત્ત્વ વધી રહયું છે. તે શિક્ષણ ની સાથે સારા સંસ્કારો મેળવવાની પણ દરેક બાળક ને તમન્ન હોય છે. આજે ભણતર આપવામાં આવે છે તે માત્ર  ભણતર જ છે તેમાં કોઈ પણ પ્રકારનુ ગણતર હોતું નથી કેમ કે આજના યુગ માં ભેલો યુવાન ગમેતે વી સમસ્યા અવે ત્યારે મુજવણ માં મુકાઈ જતો હોય છે જેથી તે પોતાની સમસ્યા પણ હલ કરી શકતો નથી તે માટે તેને તેામ પરમ પુજય વડીલોાી સલાહ સુચન લેવી જોઈએ તો તેનો ઉકેલ આવે છે તો અત્યારના સમય માં આવા પ્રકારનું ભણતર ભણાવવા માં આવે છેે. જેથી માણસ ની સમસ્યાઓ વધે છે પણ તેના ઉકેલ માટે ગણતર વાળા ભણતર સીવાય કોઈ માધ્યમ છે જ નહી.
ગણતર વાળુ ભણતર એ શાઈા માંથી મળી શકતું નથી તે તેના માવતરો ના સંસ્કારો માંથી પ્રપ્ત થતું હોય છે તેને હાસીલ કરવા માટે કયાંય લાઈન માં લાગવાની જરૂર રહેતી નથી તે માટે પોતાના બાળકને તેના માવતરો દ્રારા સારા સંસ્કાર ની  સાથે સાથે ગણતર વાળુ ભણતર આપવા ની કોશીષ કરવી જોઈએ તોજ તમારૂ બાળક ને તેના જીવન માં કોઈ મશ્કેલી  ઉભી નહી થાય.
આજે શાળા ઓ માં જે જ્ઞામ આપવામાં આવે છે તે ડીઝીટલ પધ્ધ્તી થી આપવામાં આવે તે બાળકાના ચારીત્રય પર જોઈએ તેટલી સારી અસર કરતું નથી પણ તેને પહેલાં ના સમય માં જે પોતાના શિક્ષકો દ્રારા ભણાવવા માં આવતા હતા તેથી શિક્ષક દ્રારા આપેલુ જ્ઞાન બાળક ના મન પર ઉંડો ઉતરી જતો જેથી તેને કોઈ અડચણ આવતી જ નહી અને આગળ વધી શકતો.
આ જગત નો તેમજ સમગ્ર પ્રકુતિનો સર્જનહાર ઈશ્વર છે. તે કોઈપણ ભૌતિક વસ્તુનો સર્જનહાર ની કુતિ સર્વ શ્રેષ્ઠ બને તે માટે પ્રયત્નશીલ હોય છે. દરેક માવતર ને પોતાનું બાળક શ્રેષ્ઠ બને તેવી આશા હોય છે. પ્રેમ રૂપી જળ નું સીંચન કરી સદગુણ સંસ્કાર અને શિક્ષણને જઈ સ્વરૂપે પોતાના બાળક ને કુમળા છોડ ની જેમ  ઉછેર કરે છે અને આ ફુલ દિવ્ય સુગંધ વડે જીવન બાગને મહેંકાવે છે.
તેથી આપણા બાળકને શિક્ષીત કરીને આગળ વધતા પ્રવાહ માં ધકેલવાનો છે.શિક્ષણ એ આ યુગની ખાસ જરૂરીયાત છે આ સમય માં શિક્ષીત બનેલા લોકો જ પ્રગતિના પંથે આગળ ધપી રહયા છે.શિક્ષણએ ગરીબી બેકારી  વગેરે નો જડમુળ થી વિનાશ કરે છે. શિક્ષક તો આપણને શિક્ષણ આપે છે તે શિખવાનુ આપણે છે. તેમ શિક્ષણ એ અમુલ્ય જ્ઞાન આદાન પ્રદાન કરે છે  શિક્ષણ એ સ્વતંત્ર છે.જે માનવી અશિક્ષીત છે તે ગુલામીની જંજીરો વીંટાયેલો રહે છે. નાનકડા છોડને જેમ વાળવામાં આવે તેમ વળી જાય છે તેમ બાળકને નાનપણ થી સારૂ શિક્ષણ આપવામાં આવે તો તે પ્રસીધ્ધી તરફ સહેલાઈથી પહોંચી શકે છે.
આજે શિક્ષકો દ્રારા જે જ્ઞાન આપવામાં આવે છે જરૂરી છે જ પણ તેની સાથે સાથે બાળકે ગણતર ની જરૂર છે આજના બાળક તમામ પ્રકારની સમસ્યાઓમાં વિંટાય જતો હોય છે પછી તે એમાંથી નીકળી શકતો નથી તુને તેમાંથી નીકળવું ગણું જ મુશ્કેલ બને છે. જેથી આજના શિક્ષણ માં ભણતર ની સાથે ગણતર ની કેળવણી આપવી એ જરૂરી છે જેનાથી બાળક તમામ સમયિાઓનો સામનો કરી શકે .

લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા  વડગામ

સોશીયલ મીડીયા થી ભાવી પેઢી ને ફાયદાકારક કે નુકશાનકાર.....


આજના ઈન્ફોર્મેશન ટેકનોલોજી ના યુગમાં ખુબજ ક્રાંતિ થઈ રહી છે  જેની કોઈ ગણીતરી મારી શકીએ એમ નથી જેમાં ખાસ વાત તો એ છે કે શોસીઅલ મીડયા ખુબજ આગળ પડતું હોય તેમ જણાઈ રહયુ છે. આજે સોશીયલ મીડીયા આવવા થી ખુબજ ફાયદો પણ થયો છે તેની સાથે સાથે નુકશાન કારક પણ સાબીત થઈ ચુકયુ છે. જેમાં ગુગલ ટવીટર   ફેસબુક વોટસઅપ્પ જેવી એપ્પલીકેશનો આવવા થી આ જગત ના માનવી ને તમામ પ્રકાર ની સવલતો પ્રાપ્ત થઈ શકી છે તેની સાથે સાથે ખુબજ અડચણો પણ ઉત્પન્ન થઈ હોય એમ જણાઈ રહયુ છે.
ઘણા સમય પહેલાં આપણા વડીલાં એક બીજા ને પત્રો લખતા હતા તે પોતાના કાળજા માંથી નીતારીને પોતાની યાદો લખતા હતા અને જે પત્રો આજે ઐતિહાસીક પુરાવાઓ તરીકે આપણને લાભદાઈ થઈ રહયા છે. અને આજે આપણે કોઈ પણ કામ કે જરૂરીયાત હોય તો સીધી જ રીતે ઈમેલ   વોટસઅપ્પ  ફેસબુક  કે ગુગલ ના માધ્યમથી તે જરૂરીયા પુરી પાડતા હોઈએુ છીએ જે માત્ર જજરૂરીયાત પુરતું જ રહે છે તે કોઈ કામ આવી શકતું નથી.
આજે આ પશ્રીમી ટેકનોલોજીનો વિકાસ પામતાં જ જુની ભારતિય ટેકનોલોજી લુપ્ત થતી જણાઈ રહી હોય એમ લાગે છે. જેમાં અગાઉ લોકો એક બીજાને ટપાલ ના માધ્યમ થી સંદેશા આપતા  દરેક કામ કાગળ અને પેન થી થતું  પુસ્તકો વાંચાતા સમાચાર પત્રો વાંચાતા અને આજે લોકો સોશીયલ મીડીયા પર બધુજ મેળવી લે છે જેથી આપણી સંસ્કુતિ નાશ પામતી દેખાઈ રહી છે. આજે કોઈ પુસ્તક વાંચવા તૈયાર નથી કે કોઈ કાગળ કે પેનનો ઉપયોગ કરવા તૈયાર નથી જેથી આ ટેકનોલજો આવવાથી ખુબજ ફાયદો થયો છે જેમાં જે લોકો જેતે કામ સાથે સંકળાયેલા છે તેઓને સારા પ્રમાણ માં લાભદાઈ છે તમામ પ્રકારનું કામ ઝડપી અને સરળ બની શકયું છે.
આજે આ સોશીયલ મીડીયા ના ગંભીર બીમારી માં યુવતી ઓ અને યુવાનો ફસાતા જણાઈ રહયા છે. જેથી તેઓ તેઓના સમગ્ર જીવન પર ખરાબ કે સારી અસર પાડી શકે છે. અત્રે સોશીયલ મીડીયા પર થુવાનો એક બીજા મીત્ર ને ખરાબ કે સારા સંદેશા મોકલીને ેઓ ને પ્રભાવીત કરતા  હોય છે જેમાં કંઈક વખત બીભત્સ  કે રાજકીય  સામાજીક સંદેશાઓ પણ મોકલતા હોય છે જેનાથી તણાવ ઉત્તપન્ન થવાની શકયતાઓ છુપાયેલી હોય છે.
યુવાનો આજે જાણી અજાણી વ્યકતિઓ સાથે ચેટીંગ કરતા હોય છે જેથી તેઓ મહા મુકેલીમાં ફસાઈ જતા હોય છે જેમાં ઘણા લોકો ખોટા એકાઉન્ટ બનાવીને પોતાની માયાજાળ માં ફસાવવા ના પ્રયત્નો કરતા હોય છે. જેનાથી તે યુવાનની જીંદગી પર પાણી ફરી વળતું હોય છે.
આજે નાના બાળકો યુવાનો ને પણ આ સોશીયલ મીડીયા નો નશો થઈ ગયો છે તેઓ પણ આ જાળ માં ફસાવા લાગ્યા છે તેઓ તેઓનું શિક્ષણ મેળવવાનો સમય છે તે છતાં તેઓ પોતાને મળેલા સમય દરીમીયાન માત્ર સોશીયલ મીડયા તરફ આકર્શાયેલા રહેતા હોય છે. જેથી તેમનુ ભવિસ્ય ખતરનાક સાબીત થઈ શકતું હોય છે તેઓના જીવન પર આ એક ખોટી અસર પડવાની સંભાવના રહેતી હોય છે. જેથી જેતે બાળકોયુવાનો ના માવતરોએ આ બાબતે ધ્યાન લેવા જેવી બાબત છે.
આમ આ સોશીયલ મીડીયા નો ઉપયોગ કરવો  એ જરૂરી છે પણ તે નાનકડા બાળકોને આ બાબતે થી દુર રાખવા જોઈએ. કેમ કે તેઓ આવતી કાલનું ભવિસ્ય છે.સોશીયલ મીડીયા એ એક પ્રકાર નું વ્યસન છે જે કોઈ ને લત ચડી ગઈ તેનાથી છુટી સકતી નથી તો આ સોશીયલ મીડીયા થી આપણે આપણા બાળકો ને હંમેશા દુર રાખવા જોઈએ. તેનો વધારે પડતો ઉપયોગ ના કરે તેના પર આપણે ધ્યાન રાખવુ જોઈએ.
સોશીયલ મીડીયા ના ઉપયોગ થી યુવાનના માનસ ઉપર અલગ અલગ પ્રકારની અસરો પડતી હોય છે જેનાથી તે ભવિસયમાં કંઈ કરવાને લાયક રહી શકતો નથી. તે આખો દિવસ કંટાળેલો રહેતો હોય છે. તેનો સ્વભાવ પણ ચીડીયો બની જતો હોય છે.
આથી આપણેસોશીયલ મીડીયા નો વધારે પડતા ઉપયોગથી દુર રહી આપણે તેમજ આપણા બાળકના ભવિસ્ય બાબતે વિચારશીલ બનવુ જોઈએ. તો મીત્રો આપણે આજે એ પણ જોઈએ છીએ કે જે લોકો સોશીયલ મીડીયા માં સમાય ગયા છે કંઈક અંશે ફાયદાકાર સાબીત થતું હોય છે
આજે સોશીયલ મીડીયા એ ખુબજ ખતરનાક બની રહયુ છે.  આના માધ્યમથી આજે ખુબજ ગુનાખોરી પણ વધી રહી છે. તેમજ અફવાઓ  કે અન્ય સાચી  ખોટી માહીતીઓ  કે સંદેશાઓ ફેલાવી રહયા છે જેનાથી ખુબજ નુકશાન થઈ રહયુ છે.
સોશીયલ મીડીયાથી ઘણીવાર તોફાની તત્વો સામેલ થઈ માહોલ બગાડવાનું કાર્યકરતા હોય છે. જેથી તેનું જવાબદાર આ સોશીયલ મીડીયા જ છે. ટુંક સમય પહેલાં પાટીદાર અનામત વખતે થયેલ તોફાનો માં પણ સોશીયલ મીડીયા જવાબદાર હતી એમ ગણવુ જોઈએ કેમ કે આ સોશીયલ મીડીયા પર અફવાઓ ફેલાવા લાગી જેથી લોકો માં ક્રોધ ઉભરાવવાથી તોફાનોને ઉગ્ર સ્વરૂપ મળેલું જેથી આ સોશીયલ મીડીયા અફવા ફેલાવી શાંતિનુ વાતાવરણ ડહોળતું હોય છે.
સોશીયલ મીડીયા માં આજે યુવતીઓ વધારે પ્રમાણ માં ફસાતી હોય તેમ જાણવા મળી રહયુ છે. જેમાં મણેલ જાણકારી મુજબ કોઈ યુવાનો આવા બીભત્સ સંદેશા કરીને હેરાન કરતા હોય છે તેથી તેમની સ્ત્રી ની ગરીમા અને મર્યાદા તુટી જતી હોય છે. જેથી સોશીયલ મીડીયા માં આજે જે કંઈ થાય છે તે એક સીકકાની બે બાજુ જેવુ હોય છે.એક તરફ લાભદાઈ અને બીજી તરફ ગેર લાભદાઈ પણ છે.
આમ મીત્રો સોશીયલ મીડીયા મીડીયા નો ઉપયોગ કરવામાં તકેદારી રાખો અને કોઈપણ અજાણી વ્યકતિનો સંદેશ આવે તો કોઈપણ પ્રકાર ની ખાતરી કર્યા વગર જવાબ આપવો નહી  કોઈપણ ને બીભત્સ કે કોઈપણ પ્રકાર ના ખોટા સંદેશ કરવા નહી  કોઈ ની ધાર્મીક સામાજીક લાગણી દુભાય તેવા સંદેશા કરવા નહી. તો હવેથી કોઈપણ સોસીઅલ સાઈટ કે એપ્પ્લી કેશન નો ઉપયોગ કરતા પહેલાં તકેદારી રાખશો તોજ આવેલી તમામ સમસ્યામાંથી ઉકેલ લાવી શકાય. 

લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન   મેપડા  વડગામ

શુ વ્યસન કરવું જોઈએ.? હા


શુ વ્યસન કરવુ જોઈએ.m હા એમ શોંભળતાંજ આપણુ મન ખચકાઈ જતું હોય છે પણ આ ટુંકો લેખ ધ્યાન થી વાંચશો તો જાણી શકસો કે કેમ વ્યસન કરવુ જોઈએ.
વ્યસન એ એક પ્રકારની લત છે જેનાથી આપણના મન માં આવેલી કંઈ પણ સારી કે ખરાબ પ્રવુતિ કરવાનું મન થાય જ છે  વ્યસન બે પ્રકાર ના હોય છે જેમાં ૧. એક જે આપણા જીવનને સારા માર્ગે લઈ જનારૂ લત કે વ્યસન અને ર. બીજુ કે જે આપણા જીવનને ખરાબ માર્ગે લઈ જનાર લત કે વ્યસન  જેથી કહેવાનું એમ થાય છે કે આપણે વ્યસન કરવું તો આપણા જીવન ને સતમાર્ગે લઈ જનારૂ વ્યસન કરવું જોઈએ   જેનાથી આપણુ સૌનું જીવન સારા માર્ગે ચાલે અને પ્રભુને પામી શકીએ તેવા પ્રકારની આપણી લત કે વ્યસન હોવી જોઈએ.
આજે આપણે જે પ્રકારનું વ્યસન કરી રહયા છીએ તે આપણા શરીર તેમજ આપણા જીવનમાં ખુબજ નુકશાન કારક સાબીત થાય છે જેનાથી આપણે કંઈ સારૂ કાર્ય કરી શકતા નથી. અને આખું જીવન આ નવરંગી દંનીયામાં પણ નર્ક જેવું જીવન જીવવાનો વારો આવી જતો હોય છે.
આથી વ્યસન કરવા તો આપણા જીવન ને સારા માર્ગે લઈ જાય તેવા પ્રકાર ના વ્યસન કરવા જોઈએ જેમ કે નમાજ પઢવા ની લત  યોગાસન કરવાની લત  સારા પુસ્તકો વાંચવાની લત  વગેરે લત હોય તો આપણે આપણુ જીવન અમુલ્ય વાન બનાવી શકીએ છીએ. જે આપણા જીવનને સાત માર્ગે લઈ જનારી રોજીંદી ક્રિયા છે . જેનાથી આણા જીવનની સાથે સાથે આપણા પરીવારને પણ લાભ દાઈ સાબીત થતું હોય છે. 
આથી મીત્રો આપણે ને કંઈ પણ કરવાની લત થતી હોય છે તો આપણે કંઈક એવું કરો જે તમારા જીવન માં ફળરૂપ સાબીત થઈ શકે જે ખરાબ કુટેવોને ત તમારા જીવન માં ઉતારશો તો તમો કંઈજ કામા રહેશો નહી પણ જો તમે સારા પ્રકારની લત કે વ્યસન હશે તો તમો કંઈક હાસીલ કરી શકસો આ માટે તમોએ આજે જ તમારૂ મન મકકમ બનાવી ને જે તમારા જીવવનને લાભ આપે તેવી એક લત ને પસંદ કરી તે પ્રમાણે નું વ્યસન કરશો જે તમોને સારા માર્ગે પહોંચાડવામાં પણ મદદ ગાર બનશે.
તો આજેજ મીત્રી સારા પુસ્તકો વાંચવાનું  નમાઝ પઢવાનું  યોગાસન કરવાનં  શરૂ કરી આપણા જીવવનને નુકશાન કરનારી કુટેવો ને નાબુદ કરીએ અને સારી ટેવો પ્રાપ્ત કરી જીવનને જળ હળતું બનાવીએ એજ આશ....

લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા   વડગામ