Ad Code

એ.ડી.સી કેપ્ટન મેપડા ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી બાદરખાનજી પર લખેલ કવિતા .... & Foto Collaction...






કાવ્ય



 શ્રી I૧ I



પરમેશ્વર આગળ કર જોડી લખુ જુઠોના અક્શર એક
તે ધ્યાન દઈ ને વાચજો સાહેબ સોહેલખાન
બીરબલથી પણ બુધ્ધી અતિ કમાયા આ જગની મોય
તે ગયા ભવમો કરેલા શુભ કામ,ફળ મળ્યા આ ભવની મોય,
નેક દિલ ઈમાનથી કરી નોકરી નવાબ પાલનપુર
તેનુ બદલુ આપ્યુ આપને પાસે પુત્ર પરીવાર
ઈજ્જ્ત ઘણી આબરૂ ઘણી રેન્ક અપરમપાર
આપે બેઠક જોડા જોડ કરે દિલની વાત
હરેક વખતે આપને સલાહ પુછે અને જરતે તે પ્રમાણ
અગમ્ય રસ્તો પણ ગમ્ય કરે બુધ્ધી અતિ વિશાળ
ધિરજ અતિ ધેર્ય અતિ દ્રઢતા અતિ આપર
સુ વિવેકની દ્રસ્ટી આપની અપનાવ્યા શ્રી ભગવાન
વિલાયત બેઠો પણ યાદ કરે ધણી તારો ત્યાય
વીસે ત્રીસે પત્ર આવે નથી અજાણ્યુ હોઈ
દેશ વિદેશમો ખ્યાતી પામ્યા તુજ પર હાથ દિના નાથ
મોટો મોટો રજવાડોમો આદર પામ્યા પાલનપુર પરતાપ
બિકાનેર બંકા થકી પામ્યા બખ્શીસ આપાર
વિદેશીનુ દિલ જીતવુ એ હામ નથી નાદાન
રાધનપુર અને કાશ્મીર થી આવે પોશાક વારમ્વાર
તે ધણી પાલનપુર ને નજર કરી પહેરે ખંત મન મો અતિ ઉભરાય
શિહોરી,જોધપુર, અને વળી દાંતા દરબાર
રાખે આપ ઉપર હેત ઘણી ને આપે આદરમાન
લીમડી,વાંકાનેરા અને++++++ધણી ગીરનાર
એ પણ તુજ થી વિવેક કરે લલાટ મો શુભ રેખ
આબુ મો વસતા મહાત્મા કે જેનો દુર્લભ અતિ દર્શન
તેવા તેવા  પણ શુભ હ્સ્ત ઘરે શાંતિ વિજયજી મહારાજ
કબીલામો પણ આપ પાક્યા અસ્થતી રુપ એક
સંપ વધારે ને આગળ વધવુ ઉદ્દેશ આપની એજ
સન અડતાલીશ મો ઓંધી આવી વસ્તીની અતિ કેર
અબિધોને બોધ આપી કર્યા પાધરા એમ
દયા ખુટે ના આપની ના ખુટે સીંધુ નીર
કુળ દિપાવ્યા આપની બાદરખાનજી પેટ
લખ્યુ એનાથી પણ અધિક લખવાનુ થાય મારુ મન
પણ હદય ની વાત ના આવે કલમ ની મોય
છત્રીસ લીટીયો સમ્ભાળી લખી જુઠો નથી અક્શર એક
જુઠો અક્શર હોય તો સાબીત કરી આપજો કોઇ




લી. આપની કદાચ જે કુળ મો ભગવાને કવિતા છંદ, દોહા વગેરે, લખવાનુ બક્શ્યુ છે એ કુળ મો મારી જન્મ થયો હોત તો જેવી રામાયણ વાલ્મીકી રુશીએ  એ લખી એવુ હુ આપના નામનુ એક દળદાર પુસ્તક તેયાર કરતો અને તે હરેકને સત બોધ રુપ થઈ જાત દંડ વ્રત પ્રણામ.


એ.ડી.સી કેપ્ટન ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી બાદરખાનજી પાલનપુર રાજ્ય,(મેપડા જાગીર)
 

ઉપરોક્ત કવિતાની ફોટો કોપી



એ.ડી.સી કેપ્ટન ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી બાદરખાનજી પાલનપુર રાજ્ય,(મેપડા જાગીર)

મેપડા ગામે પાલનપુરના નવાબ સાહેબ શ્રી તાલેમહંમદખાનજી પધાર્યા હતા તે સમય ની તસ્વીર-  08/04/1931

કપૂરથલા મહારાજા પાલનપુર પધાર્યા તે સમય ની તસ્વિર

ધ્રોલ મહારાજા ચન્દ્રસિંહજી પાલનપુર પધાર્યા તે સમય ની તસ્વીર

લોર્ડ માઉન્ટ બેટર્ન પાલનપુર પધાર્યા તે સમય ની તસ્વીર  1945

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *