Ad Code

જાગીરદારી સમયના સ્મરણો

જાગીરદારી સમયના સ્મરણો

 ખારોપાટ નામ જેણે પાડ્યું એને મુબારક અને મહદઅંશે કચ્છના નાના રણની કાંધી અને ખારા વાયરા અને જમીનમાં પણ ઊંચા તળમાં પાણી ખારા એટલે ખારપાટ કહો તો વાંધો નઇ પણ માણસો ઓહો હોઅહીંના લોકોના મનમાં વહેવારમાંવર્તનમાં મહેમાન પરોણાગત માં અને સંસ્કૃતિમાં જે મીઠાશ છે એને મહેસુસ કરો પછી ખારોપાટ કહેવું થોડું અતળું લાગેજાગીર ૧૯૪૭ ની શાલ માં ગઈ અને જાગીરદારો ગીરાસદારો માટે રાજા રજવાડાં નવાબો માટે એક કપરો કાળ શરૂ થયોરજવાડા ઓએ પણ એવું વિચાર્યું કે મર્જર થાય તો નવા જમાના નો લોકો ને શિક્ષણ રોડ રસ્તા મોટા દવાખાના વીજળી તથા પાયાની જરૂરિયાતોનો લાભ મળે,કે જે નાના નાના ગીરાસદારો કે રાજાઓ જાગીરદારો ના કરી શકેઅંગ્રેજોની ગુલામી ભોગવીને બરબાદ થઈ ગયેલી પ્રજા જ્યારે સ્વતંત્રતા નો સ્વાદ ચાખવા માંગતી હોય તો પેઢીઓ સુધી માથે બેસાડીને ફરતી રૈયત ને હવે આપણે પણ સ્વતંત્ર કરી દઈએ એ નિયત ના કારણે લોકો સમજતા હતા કે રાજ પાટ પાછા આપતા રજવાડાં ના મન કચવાશે પણ હસતાં હસતાં આ રાજા રજવાળાઓએ જાગીરદારોએ ગીરાસદારોએ રૈયત પર રાજપાટ કુરબાન કરી દીધાંકારણ કે સરદાર પટેલ જ્યારે મર્જરની મુહીમ ચલાવતાં હતાં ત્યારે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ઝાલાવાડ ચરોતર ભાલ વઢીયાર માં એક પણ એવો બનાવ નથી બન્યો કે જેમાં કોઈ રજવાડું આડું ફાટ્યું હોય બસ સહી કરી આપતાંઅને આ કુરબાની ની અને ત્યાગની અવેજી માં અહીંના લોકોએ જે આદર સન્માન સ્નેહ આપ્યો એ લોકોની ખાનદાની અને નીતિ અને અમારા તરફનો પ્રેમ કોઈ રજવાડાં થી અદકેરો હતોત્યાર થી મતલબ ૧૯૪૭ થી લઈને આજ ની તારીખ ૨૦/૧૦/૨૦૧૭ અને શુક્રવાર કારતક સુદ એકમ ને બેસતાં વર્ષે ૭૦ લાંબા વર્ષો સાત સાત દાયકાઓ પછી પણ અમારી રૈયત જે રીતે અમને આદર સત્કાર સન્માન સ્નેહ અને બાપુ નું સંબોધન આપે છે એ કોઈ રજવાડાં થી કમ નથીમને પચાસ થયાં મેં એ દરબારી સમય જોયેલો નહીં પણ બેસતાં વર્ષે મને એની ઝલક સાફ જોવા મળેપગે પાંચ દશ રૂપિયા અને શ્રીફળ નો ઢગલો થાયકોઈ ફુલહાર લઈને આવે કોઈ મીઠાઈ લઈને આવેઢોલી વઘઇ વગાડી ને પરત ફરતા બે દાંડી પીટતા જાયએકાદ ચારણ ક્યાંકથી આવી જાય અને અસલ દરબારી ડાયરો ભરાય ત્યારે ભૂતકાળ આપણી આંખો સામે સજીવ થઈ જાયઅને મોટાં ઘરડાં મોટિયાળ બધાં ભેગા થાય જુના જમાના ને આજના યુગ સાથે સરખાવે ત્યારે આપણે વિમાસણ માં મુકાઈ જઈએ કે આ યુગ સારો છે કે ભૂતકાળ સારો હતોજેવા લોકો આવે એવી વાતું મંડાય અને ઘડી ઘડી વિષય બદલાતાં રહેએક ટોળું ભરવાડના જુવાનિયા આવ્યાં મારા પિતાજી ઓળખી ના શક્યા કારણ કે બધાજ સ્કીન ટાઈટ જીન્સમાં હતાં અને કોઈ એંગલ થી ભરવાડ જેવા લાગે નઇ ત્યારે પેલાં જુના જમાનામાં બોરી અને કેડિયું પહેરીને આવતા ભરવાડો પર વાત નો વિષય જતો રહેઆજેય ગામ લોકો ફાળો આપીને માલધારી ને એક દિવસ ઢોર ચારવા માંથી મુક્તી અપાવેકારતક સુદ એકમ નવું વર્ષ કહેવું ના પડે એનો આભાસ થાય કુણો તડકો અને વાતાવરણમાંથી ગરમી ગાયબ થઈ ગઈ હોય અને દિવસો નવા છે એવો કુદરતી અહેસાસ થાયબપોર સુધી ગામના લોકો આવે અને બપોરના ત્રણ પછી આજુબાજુની અમારી જાગીરના ગામડાંના લોકો આવે સાંજ સુધી આમ લોકોનો સ્નેહ પ્રેમ અવિરત વરસતો રહેસાંજ પડે એટલે શ્રીફળ ગણીને ચોટલી ઉતારી સૂકવવા મૂકી દઈએઅને થોડું અંધારું થાય એટલે કાલની રાતનું બચેલું દારૂખાનું કાઢીને જાણે ગયા વરસના દુઃખોને ભડાકે દેવાના હોય એમ ધુમાડો ઉડાડી દઈએદરબાર વિરોધી લોકો દરેક કાળમાં રહ્યાં છે આજના વિરોધી કાળના લોકો એમ કહે છે કે હવે દરબારો પાસે શું બચ્યું નાગાઇ સિવાય એમને આજના શુભ દિવસે એટલું કહીશ કે કો''દી નમીને તો જો તને તારી મા અને બાપ બન્નેનો સ્નેહ જો દરબારની આંખમાં ના વંચાય ને તો અમારી જણનારી લાજે વીરા....... ધન્યવાદ અમારી ગુજરાતની ખમીરવંતી ધરાને ધન્યવાદ અહીંના પાણીયાળા લોકોને અહીંની સંસ્કૃતિ ને અને ખાસ ધન્યવાદ એ ભગવાનને જેણે ખારાપાટ માં જન્મ આપ્યો.......



- શાનવાઝખાન મુર્તુઝાખાં મલિક દરબાર ગઢ઼ ,દસાડા,તા.દસાડા,જી ,સુરેન્દ્રનગર

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *